જંતર-મંતર પર ખેડૂતોનો હલ્લાબોલ | શહીદના પરિવારને 1 કરોડ મળશે

2022-08-23 51

આજે સવારથી જ દિલ્હી તરફ ખેડૂતો આગે કૂચ કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા જંતર-મંતર ખાતે બોલાવવામાં આવેલી કિસાન મહાપંચાયતને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરહદો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. આવતા-જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ બની ગઈ છે. મહાપંચાયતમાં ભાગ લેવા માટે વિવિધ રાજ્યોમાંથી ખેડૂતોનો એક સમૂહ દિલ્હી પહોંચી રહ્યો છે. જો કે દિલ્હી પોલીસે આ માટે પરવાનગી આપી નથી. આ દરમિયાન ખેડૂતોએ જંતર-મંતર પર પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા છે.